Yagna Image

ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા વેદોક્ત ગર્ભ સંસ્કાર યજ્ઞ

યજ્ઞની ધૂમ્ર સેર અને મંત્રોથી ગર્ભસ્થ બાળકની રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે !!

  • 24 સપ્ટેમ્બર, રવિવાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ - અમદાવાદમાં 500 કપલે (1000 વ્યક્તિઓએ) આકર્ષક રીતે સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન મેળવ્યું.
  • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 50 થી વધુ દેશોના 5,00,000 થી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે.
  • વૈદિક ગર્ભ સંસ્કારની રજૂઆત સાંસ્કૃતિક મહોત્સવરૂપે ઇતિહાસમાં સૌ પ્રથમવાર ડ્રીમ ચાઈલ્ડ દ્વારા કરવામાં આવી છે.

‘ગર્ભ સંસ્કાર યજ્ઞ !’ શબ્દ સાંભળીને કુતૂહલ થાય કે ગર્ભ સંસ્કાર માટે વળી યજ્ઞ કેમ ? આ જિજ્ઞાસાનો જવાબ ઈતિહાસમાં કંડારાયેલો છે.

આ અંગે ગર્ભ સંસ્કાર ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયાએ જણાવ્યું કે, ‘રાજા દશરથે સંતાન પ્રાપ્તિ માટે સંયમ પાળી અશ્વમેધ અને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા હતા અને ભગવાન રામચંદ્ર પધાર્યા હતા. રાજાદિલીપ અને રાણી સુદક્ષિણાએ મહર્ષિ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગાયનું દૂધ પીને, યજ્ઞમય જીવન કરીને ઉગ્ર તપ કર્યું હતું. આથી તેમને બુદ્ધિમાન અને પરાક્રમી પુત્ર ‘રઘુ’ જન્મ્યા હતા.

બૃહદારણ્યક ઉપનિષદ કહે છે : ‘સ્ત્રી એ અગ્નિ (યજ્ઞવેદી) છે અને પુરુષ તેમાં વીર્યની આહુતિ હોમે છે.’

યોગ ટ્રેઈનર અને ડાયેટિશિયન સુયોગી ટીંબડિયાએ જણાવ્યું કે, ‘ગર્ભ સંસ્કાર યજ્ઞના હોમમાં ૧૦૮ પ્રકારની આયુર્વેદિક સામગ્રીઓ હોય છે. જે યાત્રાધામ હરિદ્વારમાં વિશિષ્ટ રીતે ઉગાડવામાં અને ઉછેરવામાં આવે છે. જેનો પવિત્ર અને આરોગ્યપ્રદ ધુમાડો શ્વાસમાં જાય, તો ગર્ભસ્થ બાળકને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે.’

ડ્રીમ ચાઈડ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત અને ગાયત્રી પરિવારના યજ્ઞ-પ્રવર્તક નૈનાબેન દેસાઈ દ્વારા સંચાલિત આ યજ્ઞમાં ૫૦ દંપતીઓએ ગર્ભસ્થ બાળક માટે તંદુરસ્તીના અને યજ્ઞદેવના આશીર્વાદ મેળવ્યા હતા.

યજ્ઞના વ્યવસ્થા સંચાલક ધવલ છેટાએ જણાવ્યું કે ‘યજ્ઞ એ આપણી વૈદિક સંસ્કૃતિ છે. ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવતાં દરેક બહેનો વૈદિક સંસ્કાર પામે તે અતિ જરૂરી છે. અને સૌ બહેનો આ યજ્ઞમાં બેસી પ્રેગ્નંસી અંગે એટલો આનંદ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે કે જે તેઓને બીજી અનેક એક્ટિવિટી દ્વારા પણ મળી શકતો નથી.’

Photo Gallery

Media Coverage