Subscription T&C

Last Updated on 15 April, 2024

(जो अंग्रेजी भाषा नहीं जानते, वो किसीकी मदद लेकर यह सब समझकर ही हमारी सर्विस लें.)

PatternPatternPatternPattern
Choose Your Preferred Language :

APP ઉપયોગ માટે સૂચનાઓ

સાવધાનીલક્ષી સૂચનાઓ

  • મોબાઈલ પેટથી ઓછામાં ઓછું ૨ ફૂટ દૂર જ રાખવો. આમ કરવાથી રેડિયેશનની અસર નહિવત થઈ જાય છે. મોબાઇલને Airplane Mode પર કરી Wi-Fiથી App વપરાય, તો વધુ સારું અથવા મોબાઈલને ૫ ફૂટ દૂર રાખી, તેને સ્માર્ટ TV સાથે Mirror Screenથી કનેક્ટ કરી, Bluetooth Keyboard થી મોબાઈલ ઓપરેટ કરી App વાપરી શકાય.
  • ગર્ભ સંસ્કાર એક વૈદિક અને વૈજ્ઞાનિક જ્ઞાન છે, ઊંડું રહસ્ય છે. DreamChild–Garbh Sanskar App દ્વારા તેને જીવનમાં ઉતારી ઉત્તમ સંતાન મેળવવાનો તથા સ્વસ્થ અને સુખી ભારતના નિર્માણનો આ એક આયોજનપૂર્વકનો ફક્ત પ્રયાસ છે.
  • App કે App સાથે સંકળાયેલ કોઈપણ માધ્યમની માહિતી લેખક કે વક્તાના જ્ઞાન મુજબ યોગ્ય છે, આ કોઈ ડૉક્ટરી કે મેડિકલ સલાહ નથી. ફક્ત એક પ્રેરક સૂચન છે.
  • Appની દરેક માહિતી સંશોધનપૂર્ણ, વૈદિક, વૈજ્ઞાનિક અને વાજબી છે. તેનાથી કોઈપણ ખરાબ અસર થવાની દેખીતી સંભાવના નથી. છતાં દરેક વસ્તુને વિવેકબુદ્ધિ વાપરી, આપની જ સંપૂર્ણ જવાબદારી સાથે જીવનમાં ઉતારશો.
  • Appની કોઈ પણ વસ્તુ ઉતાવળે કરવી નહીં. થોડું, પણ વિચારીને, બાળક સાથે કનેક્ટ થઈને, તેને શીખવતા હોઈએ, તે રીતે કરવું.
  • જ્યાં Link આપી હશે ત્યાં Website પર બીજું ઘણું મટીરિયલ હશે. તે ગર્ભાવસ્થા માટે યોગ્ય છે કે નહીં તે નિર્ણય લેવો અઘરો છે. માટે જેટલું કહ્યું હોય, તેટલો જ ઈન્ટરનેટનો અને Appનો ઉપયોગ કરવો.
  • Appના પેમેન્ટ પ્રોસેસમાં કોઈપણ કારણે રુકાવટ થાય, તો અમે પેમેન્ટ ગેટ-વે કંપની સાથે સંપર્ક કરીશું, અને પ્રશ્નનો ઉકેલ લાવવા બનતો પ્રયત્ન કરીશું.
  • Appની તમામ માહિતી, વિચાર અને લે-આઉટ Dream Child Life Science LLPની બૌદ્ધિક પ્રોપર્ટી (IP) છે. લેખિત પરવાનગી વિના તેનો કોઈપણ સ્વરૂપે ઉપયોગ કરનાર પર કાયદાકીય પગલાં લેવામાં આવશે.
  • App પરથી જે Download કરો, તે તમામ વસ્તુઓ ફક્ત પર્સનલ ઉપયોગ માટે જ છે. તેને કોઈ પણ મીડિયા દ્વારા અન્યને પહોંચાડવું તે ગુનો છે.
  • દરેક મહિલાનાં શરીર જુદાં હોય છે. Appમાં યોગ, પ્રાણાયામ, કસરત કે આહાર અંગે કે અન્ય જે સલાહ આપી છે, તે સમજી-વિચારી પોતાના શરીરને યોગ્ય હોય તે જ કરવું. યોગા ટીચર કે ડોક્ટરની સલાહ લઈને જ કરવું. પ્રથમ 3 મહિના દરમ્યાન ફક્ત પ્રાણાયામ જ અને એ પણ ખૂબ જ કાળજીપૂર્વક કરવા કે કોઈનું પર્સનલ અને પ્રોફેશનલ ગાઈડન્સ ન મળે, તો ન કરવા.
  • Appના કોઈપણ યુઝરનું વર્તન અયોગ્ય-અસંસ્કારી-ગેરરીતિભર્યું કે DreamChild સંસ્થાને કોઈપણ પ્રકારનું નુકશાનદાયી અમને લાગશે, તો તેની App તુરંત બંધ કરવાનો કે બાકીના મહિના લેખે પૈસા રિફંડ કરી તેની મેમ્બરશીપ રદ્દ કરવાનો સંપૂર્ણ અધિકાર Dream Child Life Science LLPનો છે.
  • આપે કરેલ પેમેન્ટ નોન રીફંડેબલ, નોન-ટ્રાન્સફરેબલ અને નોન-કન્વર્ટેબલ રહેશે. (સબ્સક્રીપ્શન પ્લાન પણ બદલી શકાશે નહીં). Appથી ખરીદાયેલ કોઈ પણ પ્લાનનું Refund નહીં મળી શકે કે Membership Transfer નહીં થઇ શકે. જો કોઈ જરૂરી કારણથી Appને Stop કે Pause કરવાની જરૂર પડી, તો યોગ્ય પૂછપરછ કરી અમારી ટીમ Stop કે Pause નો નિર્ણય લેશે.
  • આપે જે ગર્ભ સંસ્કાર વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છો, એ દુનિયાનાં દરેક માતા-પિતા સુધી પહોંચે, એ હેતુથી અમે આપના લેખિત અભિપ્રાય, ફોટા કે વીડિયો અભિપ્રાયને અમારી એપમાં, પુસ્તકમાં, અમારા સોશિયલ મીડિયા પર કે અમને જરૂર જણાય ત્યાં, મૂકી શકીએ છીએ. આ તમામ બાબતો આપ બહુજન હિત માટે ભેટરૂપે નિઃશુલ્ક Dream Child Life Science LLPને અર્પણ કરો છો. ભૂતકાળમાં કરેલ કે હવે પછીના તમામ ફોટા, વીડિયો શુટીંગ કે તમામ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી પર, મુકવા કે કાઢવા બાબતે, હાલ કે ભવિષ્યમાં કેવળ Dream Child Life Science LLPનો જ સંપૂર્ણ અધિકાર રહેશે.

મિસ કેરેજ / એબોર્શનલક્ષી સૂચનાઓ (ફક્ત ગોલ્ડ અને પ્લેટિનમ યુઝર્સ માટે)

ખાસ નોંધ: આ સુવિધા Dream Child Life Science LLPના સૌજન્યથી આપીએ છીએ, જે કોઈ પણ દાવાપાત્ર નથી. જો ગ્રાહકનું બિહેવિયર કે એક્શન વાંધાજનક લાગશે તો આ લાભ રદ કરવાનો સંપૂર્ણ અધિકાર Dream Child Life Science LLPનો રહેશે. આ બાબતે કોઈ પણ તકરાર ટીમ સાથે ન કરવી અને સહકાર આપશો.

મિસ કેરેજ ખૂબ જ સંવેદનશીલ – લાગણી પ્રધાન સમય છે, તે અમે સમજી શકીએ છીએ. આ સમયે અમે આપને માનસિક સહકાર આપવા હંમેશાં તત્પર છીએ. પરંતુ એપ મેનેજમેન્ટ અને કંપની પોલીસીનાં સંદર્ભમાં આપે Dream Child Life Science LLP દ્વારા નક્કી થયેલ વ્યવસ્થાને સંપૂર્ણ પાલન કરવાની રહેશે. (સિલ્વર પ્લાન ખુબ જ નજીવી રકમ સાથે, નહિ નફા-નુકશાનના ધોરણે આપી રહ્યા હોવાથી તેમાં આ સુવિધા આપી શકાશે નહીં)

  • જો આપની સાથે મિસ કેરેજ કે કોઈ અણધાર્યો પ્રસંગ બને છે, તો આપે Dream Child Life Science LLP કંપનીને યોગ્ય પુરાવા સાથે જાણ કરવાની સંપૂર્ણ જવાબદારી યુઝર્સની રહેશે.
  • આપનો પ્લાન STOP કરવા માટે આપે ફરજીયાત આપના ડોકટરના રિપોર્ટ (મેડીકલ રીપોર્ટ - મિસ કેરેજના રીપોર્ટ) સાથે MISCARRIAGE SUPPORT FORM ભરવાનું રહેશે. આ ફોર્મ +91 63565 63262 અથવા hello@dreamchild.in પર જાણ કરી લિંક મેળવી લેવી. (જો MISCARRIAGE SUPPORT FORM ફોર્મ ભરેલ નહિ હોય અથવા અપૂર્ણ માહિતી આપેલ હશે તો કોઈ પણ સંજોગોમા આપને આ લાભ આપી શકાશે નહીં)
  • કોઈ પણ પ્રેગ્નન્ટ કપલને મેડીકલ પ્રોબ્લેમના લીધે મિસ કેરેજ કે અબોર્શન થયું છે, તો અમે આપનો પ્લાન એક વખત STOP કરી આપીશું. અને આપ જયારે ફરી પ્રેગ્નન્સી કન્સીવ કરો છો ત્યારે એક જ વાર પ્લાન આપના મહિના પ્રમાણે શરુ કરું આપીશું. કોઈ સંજોગે બીજીવાર મિસ કેરેજ કે એબોર્શન થાય, તો આપે ફરી જે-તે પ્લાનનું સંપૂર્ણ પેમેન્ટ કરીને ફરી એનરોલ થવાનું રહેશે.
  • ગોલ્ડ પ્લાન માટે - મિસ કેરેજ કે એબોર્શન બાદ આપ ફરી પ્લાનીંગ શરૂ કરો, ત્યારે અમે પ્લાનીંગથી એપ (પ્લાનીંગ માટેની દૈનિક ૧૦+ એક્ટીવીટી અને પ્રેગ્નન્સી માટેની દૈનિક ૨૫+ એક્ટીવીટી) શરૂ કરી દઈશું. આપની એક્ટીવીટી ઉપર મુજબ શરૂ થઈ જશે અને વર્કશોપ ફરી ૧ મહિના માટે શરૂ કરી આપીશું. આપને મોકલાવેલ પુસ્તક ફરી મોકલવામાં નહીં આવે.
  • પ્લેટીનમ પ્લાન માટે - આપનો એક્ટીવીટી અને વર્કશોપનો પ્લાન ઉપર મુજબ શરૂ થઈ જશે અને ડોક્ટર આપની પ્રેગ્નન્સી કન્ફર્મ કરે, તે પછી આપના વર્ગો અમે શરૂ કરી આપીશું. મટીરિયલ કીટ ફરી મોકલવામાં નહીં આવે.
  • આપ મિસ કેરેજ કે એબોર્શન બાદ આપ ફરી પ્લાનીંગ શરૂ કરો, ત્યારે આપે અમને +91 63565 63262 પર અથવા hello@dreamchild.in પર યોગ્ય પુરાવા (મેડીકલ રીપોર્ટ) સાથે જાણ કરવાની રહેશે. યોગ્ય તપાસ બાદ ૨૪ કલાકમાં આપનો પ્લાન ફરી શરુ કરી આપવામાં આવશે. (Working Days Only)

પ્લાનિંગ અંગે સૂચનાઓ

  • કોઈ કારણોસર ડોક્ટર અથવા મેડીકલ પ્રશ્નના લીધે પ્લાનિંગ લંબાય તો પ્લાનિંગ માટે એપ ૩ મહિના ચાલે છે, આ સિવાય ૬ મહિના પ્લાનિંગ એક્ટિવિટી રીપીટ કરી આપીશું. કુલ ૯ મહિના આપનો પ્લાનિંગ વિભાગ ચાલશે. જેમાં દર ૩ મહીને કન્ટેન્ટ રીપીટ થશે. જો આ ૯ મહિના સુધીમાં આપને કન્સીવ નથી થયું તો આપનો પ્લાન Auto Stop થઈ જશે. જયારે આપ પ્રેગ્નેન્સી કન્સીવ કરો છો ત્યારે જણાવેલ email hello@dreamchild.in પર આપે Valid પ્રેગ્નેન્સી રીપોર્ટ સબમિટ કરવાનો રેહશે એના ૨૪ કલાકમાં આપની એપમાં એક્ટિવિટી અને ક્લાસ Restart કરી આપવામાં આવશે. આ સુવિધા બીજી વાર ઉપયોગ માં લઇ શકાશે નહિ. (ખાસ નોંધ: આપે પ્લાનિંગમાં વર્કશોપ જોઈ લીધેલો હોવાથી તે ફરી શરુ કરી આપવામાં આવતો નથી)
  • જો કન્સીવ થયા બાદ કોઈ કારણોસર અથવા મેડીકલ પ્રોબ્લેમના લીધે મિસ કેરેજ થાય છે તો આપને એક વાર પ્લાન Stop અને Restart કરી આપવમાં આવશે. આપને પ્લાન Stop કરવામાં માટે ઉપર જણાવેલ સુચના પ્રમાણે ડોકટરના રિપોર્ટ (મેડીકલ રીપોર્ટ - મિસ કેરેજના રીપોર્ટ) સાથે MISCARRIAGE SUPPORT FORM ભરવાનું રહેશે. આ બાબતે વધારે માહિતી માટે આપે ઉપર આપેલ MISCARRIAGEના નિયમો વાંચી લેવા.

ભાષાલક્ષી સૂચનાઓ

  • આપે જે ભાષાની એપ માટે પેમેન્ટ કરેલ છે, તે જ ભાષામાં આપની એપ ચાલશે. તેથી કાળજીપૂર્વક ભાષાની પસંદગી કરવી. (દા.ત. જો આપે ગુજરાતી એપનું પેમેન્ટ કરેલ છે, તો આપ ગુજરાતી એપનો જ લાભ લઈ શકશો. હિન્દી વિભાગમાં આપ Log in કરી શકશો નહીં. કારણ કે બંને ભાષામાં એપ જુદી-જુદી રીતે કામ કરે છે.)
  • ભાષા બદલવા બાબતે કોઈ પણ અડચણ જણાય, તો અમારી ટેક્નીકલ ટીમનો સંપર્ક કરવો. (email: hello@dreamchild.in)

વ્યવસ્થાલક્ષી સૂચનાઓ

  • Appમાં દરરોજ 4 Quotients માટે જુદી-જુદી ૨૫+ એક્ટીવીટી આપવામાં આવશે. એમાંથી સમય અને ક્ષમતા મુજબ જેટલું થાય, તેટલું રોજનું રોજ કરી લેવું. છતાં ૭ દિવસનું બેક-અપ પણ આપવામાં આવશે.
  • 4Q Reportમાં દર્શાવેલ ૨૫+ એક્ટીવીટીનો રિપોર્ટ ફક્ત આપના અનુસંધાન માટે છે કે જેથી આપ એપનો મેક્સીમમ લાભ મેળવી શકો. રિપોર્ટના આધારે ‘મારાથી એક્ટીવીટી થતી નથી, તો મને ઉત્તમ સંતાન નહીં મળે.’ એવું ક્યારેય ન વિચારવું. દરેક ઘર અને દરેક માતાની સમયની અનુકૂળતા અને શારીરિક તથા માનસિક ક્ષમતા જુદી-જુદી હોય છે. અમે દરેકને અનુલક્ષીને એક્ટીવીટી મૂકી છે. આપે આપની અનુકૂળતા મુજબ જ કરવાનું છે.
  • બેઝિક, ડેઈલી એક્ટીવીટી, વર્કશોપ, અઠવાડિક વર્ગો એમ Appનું અન્ય ઘણું મટીરિયલ પ્રિ-રેકોર્ડેડ, Internetનું કે YouTubeનું હશે.
  • Appના મટીરિયલ - Audio, Video તથા અન્ય મટીરિયલની ક્વોલિટી શક્ય તેટલી શ્રેષ્ઠ કરવા અમે પ્રયત્ન કરીશું.
  • App એક જ ડિવાઇસમાં ચાલશે. બીજા ડિવાઇસમાં ચાલુ કરશો, તો પહેલાં ડિવાઈસમાંથી Logout થઇ જશે. આ અંગે કોઈ મુશ્કેલી ઊભી થાય, તો hello@dreamchild.in પર સંપર્ક કરશો.
  • Appમાંથી અમુક જ વસ્તુઓ ડાઉનલોડ કરી શકાશે, બધી નહીં. Workshop અને Classમાં જ્યાં લેખિત પ્રેકટિસ માટે કે અન્ય હેતુસર જરૂર હશે, ત્યાં PDF કે jpg ડાઉનલોડ કરી શકાશે. તે માટે Appમાં જમણી બાજુ ઉપર ડાઉનલોડનો સિમ્બોલ આવી જશે. તે PDF કે JPEG ડાઉનલોડ કરી આપ તેની પ્રિન્ટ કાઢી લેશો.
  • Appની મુખ્ય ભાષા ગુજરાતી છે. છતાં બાળકને રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીનો ગર્ભથી જ પરિચય થાય, તે માટે અમુક એક્ટીવીટી હિન્દી અને અંગ્રેજીમાં પણ આપવામાં આવે છે.
  • Appમાં અમુક માહિતી કે એક્ટીવીટી કે જે વધુ દૃઢ કરવાનાં હોય, તે અમુક મહિને રિપિટ કરવામાં આવે છે.
  • Appમાં BASIC સેક્શન ફ્રી છે. ડેઈલી એક્ટીવીટી = Every day 25+ Activities, Workshop અને Class પેઇડ સેક્શન છે.
  • પ્લાનીંગ માતા માટે ડેઈલી એક્ટીવીટીમાં ૩ મહિના દરરોજ ૧૫+ એક્ટીવીટી (૪ નવી અને ૧૧ સ્થાયી) આપવામાં આવશે. પ્લાનીંગ લંબાય, તો એ મેટર ૩ મહિના બાદ રિપીટ થશે. LMP (Last Menstrual Period) ડેટ કે EDD (Estimated Due Date) નાંખીને પ્રેગ્નન્ટ સેક્શન શરૂ  કરો, તે બાદ ડેઈલી એક્ટીવીટી ની રોજ ૨૫+ એક્ટીવીટી (૧૫ નવી અને ૧૦ સ્થાયી) સંતાનના જન્મ સુધી જ ચાલશે. જે માતા પ્રેગ્નન્સી દરમ્યાન વચ્ચેના મહિનામાં App ખરીદશે, તેને સંતાનના જન્મના જેટલા દિવસો બાકી હશે, એટલા દિવસ જ એક્ટીવીટી અને રિપોર્ટ પ્રાપ્ત થશે. Workshopના ૮ મુખ્ય સેક્શન – લેક્ચર ૯૦ દિવસ જ ચાલશે. Class દર અઠવાડિયે નવો મળશે. (સ્થાયી એક્ટીવીટી = એવી એક્ટીવીટી કે જે એક જ સ્વરૂપ માતાએ રોજ કરવાની છે. આ એક્ટીવીટી માટે એક જ વાર માર્ગદર્શન આપવામાં આવે, તે પૂરતું છે.)
  • App ચાલવા અંગે કોઈ ટેકનિકલ પ્રશ્ન આવે, તો તેના ઉકેલ માટે ૭ થી ૧૦ Working Day લાગી શકે છે, તો ત્યાં સુધી ધીરજ રાખશો. સર્વર ડાઉન હોવાના કારણે ઘણી વખત App બંધ પણ થઈ શકે છે એ સમયે અમારી ટીમ આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરશે. આપે સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
  • Appનો અમુક ડેટા હાઈ ક્વોલિટી છે માટે તેને લોડ થવામાં વાર લાગી શકે છે, ત્યારે App લોડ લેશે. વળી, આપને ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્લો હશે, તો પણ App લોડ લેશે, માટે ધીરજ રાખવી.
  • રોજની ૨૫ એક્ટિવિટી આપવાનો અમારો પ્રયત્ન છે, પરંતુ કોઈવાર ટેકનિકલ ખામીને લીધે કે YouTubeની કે ફોનની કે સોફ્ટવેરની પોલીસીને લીધે કોઈ વીડિયો કે મટિરિયલ ન ખૂલે કે બરાબર ન ચાલે, તો ધીરજ રાખશો. આપ જાણ કરશો, અમે તેને બદલવા કે પ્રશ્નનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરીશું. તે સમયે આપનો સહકાર દરેક દૃષ્ટિકોણથી અનિવાર્ય છે.
  • ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્લો હશે, તો Appનું પેમેન્ટ થશે નહીં અથવા પેમેન્ટ બાદ પણ App શરૂ નહીં થાય. આવા સમયે આપ ધીરજ રાખશો. ઇન્ટરનેટ સારું આવતું હોય ત્યાં જઈ પેમેન્ટ કરશો અને જો પેમેન્ટ થઈ ગયું હોય અને App શરૂ ન થાય, તો આપના ડિવાઈસમાં આવેલ પેમેન્ટના મેસેજનો સ્ક્રીન શૉટ hello@dreamchild.in મોકલી આપશો, અમે સત્વરે App શરૂ કરાવી આપીશું.
  • iOS પ્લેટફોર્મની ઘણી મર્યાદાઓ છે માટે તે યુઝર્સને અમુક વીડિયો કે મટીરિયલ અમુકવાર ન પણ દેખાઈ શકે. એ બાબતે સહકાર આપવા વિનંતી.
  • આપે જે મોબાઈલ નંબર પરથી સબસ્ક્રીપ્શન પ્લાન લીધો છે, એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. એ નંબર પર જ એપ શરૂ રહેશે.
  • અમારી ટીમ આપની મદદ માટે હંમેશાં તૈયાર છે. માટે જ્યારે અમારે ઉકેલ લાવવા માટે સમય જોઈએ, ત્યારે સહકાર આપશો.

વિદેશના યુઝર્સ માટે સૂચનાઓ

  • અમુક Country Restrictionsને લીધે અમુક દેશમાં અમુક વીડિયો નહીં દેખાય. તો જેટલું દેખાય, તેમાં સંતોષ માની અમારી ટીમને સહકાર આપશો.
  • વિદેશમાં મોકલાતી મટિરિયલ કીટ જે-તે ક્લાયંટના રીસ્ક પર રહેશે. જે-તે દેશના નિયમ પ્રમાણે કીટ અંગે કોઈ ચાર્જ કે ટેક્સ લાગશે, તો તે ક્લાયંટે ચૂકવવાનો રહેશે.
  • આપના દેશમાં અમુક વસ્તુ બહારથી લાવવા માટે બેન હોય, તો તપાસ કરી પહેલેથી જણાવી દેશો. અમે તે વસ્તુમાંથી શક્ય હોય તેટલું Online મોકલી આપીશું કે તેના વિકલ્પો જણાવીશું. દા.ત. : પેનડ્રાઈવના મ્યુઝિક Online મોકલી શકાય. કોઈ પુસ્તક પર બેન્ડ હોય, તો તેના જેવું - આપને પ્રાપ્ત થાય, તેવું પુસ્તક સૂચવીશું. આપને ગર્ભ સંસ્કાર બાબતે કોઈ વસ્તુ ઓછી ન મળે, એવો જ અમારો પ્રયત્ન છે.
  • આપે જે દેશમાંથી પેમેન્ટ કર્યું હશે, તે દેશના નંબરથી જ એપ ચલાવી શકાશે. અન્ય કોઈ બીજા નંબર પર એપ ચાલુ કરી આપવામાં આવશે નહીં.
  • કોઈ પણ International User પ્લાનની કિંમત INRમાં ચૂકવે છે, તો તેના પર ભારત સરકારના નિયમો મુજબ TAX લાગુ પડશે.

પુસ્તક અને મટીરિયલ કુરિયર અંગે સૂચનાઓ

  • પુસ્તક કે મટીરિયલ ગુજરાતી ભાષામાં હશે. તે ખરીદનારે પેમેન્ટ બાદ ૭ વર્કીંગ ડે સુધી રાહ જોવી. આ દરમ્યાન ગુજરાતમાં ક્યાંય પણ તે વસ્તુ પહોંચાડવા અમે પ્રયત્ન કરીશું. પરંતુ આ અંગે સમય લંબાય તો ગ્રાહકે સહકાર આપવો. ગુજરાત બહાર ભારતમાં ક્યાંય પણ ૧૪ વર્કીંગ ડે રાહ જોવાની રહેશે.
  • ફોન દ્વારા ફોલો-અપનો સમય બપોરે ૨ થી ૪ રહેશે.
  • પુસ્તક કે મટીરિયલમાં ક્વોલિટી કે ક્વોન્ટીટી અંગે કોઈ ઓછું-વત્તું જણાય, તો કીટ મળ્યાના ૨ દિવસમાં જ અમારો સંપર્ક કરશો. નહીંતર વસ્તુ બદલી આપી નહીં શકાય.
  • અમુકવાર અમુક સંજોગે બુક કે મટીરિયલ સ્ટોકમાં નહીં હોય, તો ગ્રાહકે ધીરજ રાખવી.
  • મોકલેલ વસ્તુ ન મળે, તો અમે અમારી કુરિયર સર્વિસનો સંપર્ક કરીશું અને પ્રશ્નનો ઉકેલ લાવવા બનતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપને રાહ જોવાની રહેશે.
  • પુસ્તક ખરીદી કરનારે પોતાનું પૂરું સરનામું - પીનકોડ તથા બે ફોન નંબર સાથે આપવું કે જેથી પહોંચાડવામાં અનુકૂળતા રહે.
  • પુસ્તક કે મટીરિયલ પોસ્ટ થઈ ગયા હોય અને આપ ફોન કે અન્ય રીતે ઓર્ડર કેન્સલ કરવા ઇચ્છો, તો Refund મળશે નહીં.
  • Workshop મટિરિયલ કીટમાં અમુક પુસ્તકો અને મટિરિયલ બજારમાંથી પ્રાપ્ય ઉત્તમ વસ્તુઓ છે. ગર્ભ સંસ્કાર અંગે જે કાંઈ ઉત્તમ છે, તે આપ સુધી પહોંચાડવું અને તેનો મહત્તમ ફાયદો આપને પહોંચાડવો એ જ અમારી ટીમનો પ્રયત્ન છે.
  • મટિરિયલ કીટમાં Workshop અને Class એક્ટિવિટીની ઘણી બધી ચીજો છે. અમુક એક્ટિવિટી ઘરની ચીજોમાંથી જ કરી શકાશે. અને અમુક સામગ્રી આપે ખરીદવી પડશે. એ તમામ એક્ટિવિટી મટિરિયલ આપના બાળકને પછી પણ બહુ કામમાં આવશે.

અન્ય સૂચનાઓ

App અંગે કોઈપણ સૂચન કે મુશ્કેલી હોય, તો hello@dreamchild.in પર લખી મોકલશો. અમે સત્વરે ફેરફાર કરીશું કે ઉકેલ લાવીશું.

(નોંધ : ફેરફારના નિર્ણયનો સંપૂર્ણ અધિકાર અમારી ટીમનો રહેશે.)

એપના કોઈ પણ પ્લાન, કિંમત અને પોલીસીમાં ફેરફાર કરવાનો સ્વતંત્ર હક સંસ્થાનો છે. એપની વધારે માહિતી માટે એપમાં આપેલ T&C અચૂક જુઓ.

App અંગેની આ તમામ સૂચનાઓ શાંતિથી અને સમજદારીપૂર્વક વાંચશો. તેનાથી આપને સંતોષ ન હોય, તો Appનો ઉપયોગ કરશો નહીં.

ગર્ભ સંસ્કારના વૈદિક અને વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા
આપ સૌ દંપતીના આંગણે
ઉત્તમ સંતાન જન્મ લે તેવી પ્રાર્થના.

APP का उपयोग करने के लिए निर्देश (T&C)

सावधानी रखने की सूचनाएँ

  • मोबाइल को पेट से कम से कम २ फुट दूर रखें। ऐसा करने से रेडिएशनस की असर बहुत कम हो जाती है। मोबाइल को Airplane Mode पर रखकर Wi-Fi से App उपयोग करें, तो ज्यादा अच्छा है या मोबाइल को ५ फीट दूर रखकर उसे स्मार्ट टी.वी. के साथ Mirror Screen से connect करके, Bluetooth Keyboard से मोबाइल ऑपरेट कर App का उपयोग करें।
  • गर्भसंस्कार एक वैदिक और वैज्ञानिक ज्ञान है। यह एक गहरा रहस्य है। DreamChild–GarbhSanskar App से उसे जीवन में उतारकर उत्तम संतान प्राप्त करने तथा स्वस्थ और सुखी भारत के निर्माण का यह केवल एक सुनियोजित प्रयास है।
  • App या App से जुड़े किसी भी माध्यम की जानकारी लेखक या वक्ता के ज्ञान के हिसाब से योग्य है, यह कोई डॉक्टरी या मेडिकल सलाह नहीं है। यह एक प्रेरक सुझाव है।
  • App की प्रत्येक जानकारी अनुसंधान-आधारित, वैदिक, वैज्ञानिक एवं उचित है। इसका कोई प्रतिकूल प्रभाव होने की संभावना नहीं है। फिर भी हर चीज़ को विवेकपूर्ण तरीके से उपयोग करके आपकी ही संपूर्ण जिम्मेदारी के साथ जीवन में उतारें।
  • App की कोई भी चीज़ हड़बड़ी में न करें। थोड़ा, परन्तु सोच-समझकर, बालक को सीखा रहें हो, उस भावना के साथ करें।
  • जहाँ Link दी है, वहाँ Website पर अन्य बहुत मटीरियल होगा। यह तय करना मुश्किल है कि यह गर्भावस्था के लिए वह योग्य है या नहीं। इसलिए जितना कहा हो उतना ही Internet और App का उपयोग करें।
  • App के पेमेंट प्रोसेस करने में किसी भी कारण रुकावट हो, तो हम पेमेंट गेट-वे कंपनी से संपर्क करेंगे और समस्या को हल करने की पूरी कोशिश करेंगे।
  • App की सभी जानकारी, विचार और ले-आउट Dream Child Life Science LLP की बौद्धिक संपदा (IP) हैं। बिना लिखित अनुमति के किसी भी रूप में इसका इस्तेमाल करने वाले के खिलाफ कानूनी कार्रवाई की जाएगी।
  • आप App से जो भी Download करें, वह सभी मटिरियल केवल व्यक्तिगत उपयोग के लिए हैं। किसी भी मीडिया के माध्यम से इसे दूसरों तक पहुंचाना अपराध है।
  • हर महिला का शरीर अलग होता है। App में योग-प्राणायाम-व्यायाम या आहार के लिए या अन्य कोई सलाह दी हो, तो सोच-समझकर वही करें, जो आपके शरीर के लिए सही हो। योगा टीचर या डॉक्टर की सलाह लेकर ही इसे करें। गर्भावस्था के पहले ३ महीने के दौरान केवल प्राणायाम ही करें और वह भी बहुत ध्यानपूर्वक। यदि किसी की पर्सनल या प्रोफेशनल मार्गदर्शन न मिले तो न करें।
  • App के कोई भी उपयोगकर्ता का बर्ताव यदि अनुचित-असंस्कारी-असभ्य होगा या हमारी DreamChild संस्था को किसी भी प्रकार का नुकसान होगा तो उसकी App तुरंत बंद करने का या बाकी के महीने के पैसे रिफंड करके उसकी मेम्बरशिप रद्द करने का पूरा अधिकार Dream Child Life Science LLP को है।
  • ऐप से ख़रीदा गया कोई भी प्लान का Refund नहीं मिलेगा या Membership Transfer नहीं होगी। यदि किसी जरूरी कारण से App को Stop या Pause कराना होगा, तो निश्चित ही पूछताछ के बाद हमारी टीम Stop या Pause का निर्णय लेगी।
  • आप जिस गर्भ संस्कार व्यवस्था का फायदा ले रहे हैं, वह दुनिया के हर एक माता-पिता तक पहुंचे, इस हेतु से हम आपके लिखित अभिप्राय, फोटोस या वीडियो अभिप्राय को, हमारी ऐप में, पुस्तक में, सोशल मीडिया पर या हमको जहां आवश्यकता हो, वहां प्रस्तुत कर सकते हैं।यह सब आप बहुजन हित के लिए भेंट स्वरूप नि:शुल्क ड्रीम चाइल्ड गर्भ संस्कार इंस्टीट्यूट को अर्पण कर रहे हैं। भूतकाल में या आज के पश्चात आपके द्वारा दिए गए तमाम फोटोस, वीडियो शूटिंग या तमाम इंटेलेक्चुअल प्रॉपर्टी पर, उसको प्रस्तुत करना या डिलीट करना, उस पर आभी या भविष्य में केवल ड्रीम चाइल्ड गर्भ संस्कार इंस्टीट्यूट का ही संपूर्ण अधिकार रहेगा ।
  • मिसकैरेज बहुत ही संवेदनशील-भावनात्मक समय है, इसे हम समझ सकते हैं। इस समय हम आपको मानसिक सहयोग देने के लिए सदैव तत्पर हैं। लेकिन ऐप प्रबंधन और कंपनी नीति के संदर्भ में Dream Child Life Science LLP द्वारा निर्धारित व्यवस्थाओं का पूरी तरह से पालन करना होगा।
  • मिसकैरेज या अबॉर्शन की स्थिति में आपके प्लान को Stop और Restart करने की सुविधा सिल्वर प्लान के लिए उपलब्ध नहीं है। कोई भी गर्भवती दंपत्ति को मिसकैरेज या चिकित्सीय समस्याओं के कारण अबॉर्शन हुआ हो, उन्हें प्लान के लिए दुबारा पेमेंट करके एनरोल होना आवश्यक है।

भाषालक्षी सूचनाएँ

  • जिस भाषा के लिए आपने App का पेमेंट किया है, उसी भाषा में App चलेगा । इसलिए भाषा को ध्यान से चुनें। (उदाहरण के लिए, यदि आपने हिंदी ऐप के लिए पेमेंट किया है, तो आप केवल हिंदी ऐप का ही लाभ ले पाएंगे। गुजराती विभाग में आप Login नहीं कर पाएंगे, क्योंकि दोनों भाषाओं में App अलग-अलग तरीके से काम करता है।)
  • यदि भाषा बदलने में आपको कोई कठिनाई हो, तो हमारी तकनीकी टीम से तुरंत संपर्क करें। (Email: hello@dreamchild.in)‍

व्यवस्थालक्षी सूचनाएँ

  • App में हर दिन चार Quotients के लिए अलग-अलग २५+ एक्टिविटी दी जाएँगी। उसमें से समय एवं क्षमता अनुसार हररोज की एक्टिविटी कर ही लें। आपको कुल ७ दिन का बेक-अप भी दिया जायेगा।
  • 4Q Report में दर्शाया गया २५+ एक्टिविटी रिपोर्ट सिर्फ आपके अनुसन्धान के लिए है कि जिनसे आप ऐप का महत्तम लाभ ले पाएं। रिपोर्ट के आधार पर ‘मुझसे एक्टिविटी नहीं होती, इस कारण मुझे उत्तम संतान नहीं मिलेगी।’ ऐसा कभी न सोचें। हर एक घर एवं माता की समय की अनुकूलता एवं शारीरिक और मानसिक क्षमता अलग होती है। यहाँ सबको मन में रखकर एक्टिविटी दी गई है, आपको आपकी अनुकूलता के अनुसार ही करना है।
  • BASIC, Daily एक्टिविटी आदि App का बहुत कुछ मटीरियल प्री-रिकार्डेड, Internet या YouTube का होगा।
  • App का मटीरियल - Audio, Video और अन्य मटीरियल की क्वालिटी यथासंभव श्रेष्ठ रखने का हम प्रयास करेंगे।
  • App एक ही डिवाइस में चलेगा। किसी अन्य डिवाइस में चालू करने पर पहले डिवाइस में से Logout हो जायेगा। यदि इस संबंध में कोई समस्या है, तो तुरंत hello@dreamchild.in पर संपर्क करें।
  • App में से सारी चीज़ें डाउनलोड नहीं हो सकती बस कुछ ही हो सकती हैं। जहां डाउनलोड की सुविधा है, वहां App में दाईं ओर ऊपर डाउनलोड का सिम्बॉल दिखाई देगा। उसकी PDF या JPEG डाउनलोड करके प्रिंट निकाल सकते हैं।
  • बालक को राष्ट्रीय भाषा हिंदी के साथ-साथ अंतर्राष्ट्रीय भाषा अंग्रेजी से भी परिचित कराया जा सके इसलिए कुछ एक्टिविटी दोनों भाषाओं में दी गई हैं।
  • App में कुछ माहिती या एक्टिविटी जिन्हें ज्यादा दृढ़ करने की आवश्यकता है, उन्हें कुछ महीने में दोहराया जाता है। यह सहेतुक है।
  • App में BASIC सेक्शन फ्री है। Daily एक्टिविटी = Every day 25+ Activities वर्कशॉप और क्लास पेड सेक्शन है।
  • प्लानिंग के दौरान  Daily एक्टिविटी में हररोज १५+ एक्टिविटी करनी है, ४ नयी और ११ स्थायी। प्लानिंग का समय लंबा हो जाए, तो ३ महीने बाद प्लानिंग सेक्शन का मेटर रिपीट होगा। LMP (Last Menstrual Period) डेट या EDD (Estimated Due Date) फिल करके प्रेग्नंट का सेक्शन शुरू होने के बाद  Daily एक्टिविटी और 4Q Report संतान के जन्म तक चलेंगे।  Daily एक्टिविटी में १५ एक्टिविटी हररोज नयी आएंगी और १० एक्टिविटी स्थायी होगी। (स्थायी एक्टिविटी = ऐसी एक्टिविटी कि जो एक ही स्वरूप में माता को हररोज करनी है। उसका केवल १ बार मार्गदर्शन दिया जाए, वो पर्याप्त है।)
  • यदि App में कोई तकनीकी खराबी आती है, तो इसे हल करने में ७ से १० दिन लग सकते हैं, इसलिए तब तक धैर्य रखें। कुछ फोन में App ठीक से सपोर्ट नहीं करता, तो दूसरा उपयुक्त फोन की व्यवस्था रखें। सर्वर डाउन होने के कारण कई बार ऐप बंद भी हो सकता है, उस समय हमारी टीम इस समस्या को जल्द से जल्द हल करने का प्रयास करेगी। ऐसे समय में आपको हमे पूरा सहयोग देना होगा.
  • App के कुछ डेटा High Quality वाले हैं। इसलिए इसे लोड करने में कुछ समय लग सकता है। App लोड ले सकती है। अगर आपके वहाँ इंटरनेट कनेक्टिविटी स्लो होगी, तो भी App लोड ले सकती है, इसलिए धैर्य रखें।
  • रोज की २५ एक्टिविटी देने का हमारा प्रयत्न है। लेकिन कभी-कभी तकनीकी फाल्ट के कारण या YouTube या फोन या सॉफ्टवेयर की पॉलिसी के कारण, यदि कोई वीडियो या मटीरियल नहीं खुले या ठीक से काम नहीं करे, तो धैर्य रखें। आप हमें सूचित करें, हम उसे बदलने या प्रश्न हल करने का प्रयास करेंगे। उस समय आपका सहयोग हर दृष्टिकोण से अनिवार्य है।
  • यदि इंटरनेट कनेक्टिविटी धीमी है, तो App की पेमेंट नहीं होगी अथवा पेमेंट करने के बाद भी App शुरू नहीं होगी। ऐसे समय में धैर्य रखें। जहा इंटरनेट अच्छा चल रहा है, वहां जा कर पेमेंट करें। और अगर पेमेंट हो गई हो और App शुरू न हुआ हो, तो आपके डिवाइस में आया हुवा पेमेंट के मैसेज का स्क्रीनशॉट hello@dreamchild.in पर भेजें, हम आपकी App शुरू कर देंगे।
  • iOS प्लेटफॉर्म की कई सीमाएँ हैं। इसलिए, उस App का उपयोग करने वाले उपयोगकर्ता कुछ वीडियो या मटीरियल नहीं देख सकते हैं। इस विषय में आपके सहकार की आकांक्षा है।
  • आपने जिस मोबाइल नंबर से सब्सक्रिप्शन प्लान लिया है ऐप उसी नंबर पर शुरू होगा. दिए गए मोबाइल नंबर में कोई बदलाव नहीं किया जा सकता है।
  • हमारी टीम आपकी मदद के लिए हमेशा तैयार है। इसलिए जब हमें समाधान के लिए समय चाहिए, सहयोग करें।

विदेशी उपयोग कर्ताओं के लिए निर्देश:

  • कुछ देशों में Restrictions कारण कुछ वीडियो आप नहीं देख पाएँगे। तो जितना दिख पाएं, उतने में संतोष मानकर, हमारी टीम के साथ सहयोग करें।
  • विदेश में भेजी जाने वाली बुक्स या मटीरियल कीट ग्राहक के जोखिम पर होगी। उस देश के नियमों के अनुसार, यदि कीट पर कोई शुल्क या कर है, तो उस ग्राहक को ही भुगतान करना होगा।
  • कोई भी International User ने INR में प्लान ख़रीदा है, उस पर भारत सरकार के नियमों के अनुसार TAX लगाया जाएगा।

पुस्तक और मटीरियल के कुरियर निर्देश:

  • पुस्तक या मटीरियल गुजराती/हिन्दी भाषा में होगा। पेमेंट करने के बाद खरीददार को ७ वर्किंग दिनों तक इंतजार करना होगा। इस बीच भारत में कहीं भी उस वस्तु को पहुंचाने की कोशिश करेंगे। लेकिन अगर समय लंबा होता है तो, ग्राहक सहयोग करें। भारत में कहीं भी १४ वर्किंग दिन और विदेश में २१ वर्किंग दिनों का इंतजार करना होगा।
  • फोन से फॉलो-अप का समय दोपहर २ से ४ बजे तक होगा।
  • यदि पुस्तक या मटीरियल की क्वालिटी या क्वांटिटी में कुछ कम या ज्यादा है, तो कृपया हमसे २ दिनों के भीतर संपर्क करें। अन्यथा आइटम बदली नहीं जाएँगी।
  • कभी-कभी कुछ परिस्थितिवश पुस्तक या मटीरियल स्टॉक में नहीं हो, तो धैर्य रखें।
  • कुरियर की गई वस्तु यदि न मिलें, तो हम अपनी कुरियर सर्विस से संपर्क करेंगे और समस्या का हल लाने की पूरी कोशिश करेंगे। आपको तब तक इंतजार करना होगा।
  • पुस्तक के खरीदार अपना पूरा पता, पिनकोड और दो फोन नंबर अवश्य फिल करें, ताकि कुरियर उस एड्रेस पर आसानी से पहुँच सकें।
  • पुस्तक या मटीरियल पोस्ट होने के बाद यदि आप फ़ोन से या किसी अन्य तरीके से आर्डर कैंसिल करते हैं, तो आपको उसका Refund नहीं मिलेगा।
  • 4Q Daily एक्टिविटी में बहुत सारी चीज़ें हैं। कुछ एक्टिविटी घरेलू वस्तुओं से की जा सकती हैं और कुछ सामान आपको खरीदना होगा। बच्चे के बड़े होने के बाद भी ये सब एक्टिविटी मटीरियल आपको बहुत काम आएगा।

अन्य सूचनाएँ

यदि App के बारे में कोई सुझाव या समस्या है, तो कृपया hello@dreamchild.in पर Email करें। हम तुरंत कुछ बदलाव करेंगे या समस्या हल करेंगे।

(नोट: ऐप के कोई प्लान, प्राइस और पोलिसी बदलाव करने के निर्णय का संपूर्ण आधिकार हमारी dreamchild संस्था का रहेगा।)

App के बारे में इन सभी निर्देशों को शांति और समझदारी से पढ़ें। अगर आप इससे संतुष्ट नहीं हैं तो App का इस्तेमाल न करें।

गर्भ संस्कार के वैदिक और वैज्ञानिक ज्ञान द्वारा
सभी दंपति के आँगन में
उत्तम संतान का जन्म हो ऐसी हमारी प्रार्थना।