ડ્રીમ ચાઈલ્ડ સંસ્થા દ્વારા ગર્ભ સંસ્કાર મહોત્સવમાં ગર્ભવતી માતાઓને સીતા મા, જીજા મા, શકુંતલા મા બનવાની અદ્ભુત પ્રેરણા મળી !
આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે, ત્યારે આ તમામ અવઢવને દૂર કરતો અનોખો ‘ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાયો હતો. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને તેમના ડ્રીમ ચાઈલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં 100+ આર્ટીસ્ટો અને સ્વયંસેવકો દ્વારા, ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોગ, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ અને કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરવામાં આવ્યાં. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહ્લાદ, મદાલસા, સીતા માતા, જીજા માતા, શકુંતલા વગેરે જીવંત થઈ ગયાં હતાં !! કાર્યક્રમની ભવ્ય અને આકર્ષક રજૂઆત જોઈને પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતા-પિતાઓએ ‘સ્ટ્રેસ-ફ્રી પ્રેગ્નન્સી’ અને ‘ઉત્તમ સંતાન પ્રાપ્તિ’નો મુદ્દો દૃઢ કર્યો હતો.
આ મહોત્સવમાં માસ્ટર ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયાએ ‘જેવું વાવશો, તેવું લણશો’ થીમ પર, સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ માતાઓને ખેડૂત બનાવી, વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટીવીટીઓ કરાવતાં જણાવ્યું કે : ‘જેમ ખેડૂત ઉત્તમ જમીન-બીજ-પાણી અને ઋતુનું ધ્યાન રાખીને ઉત્તમ પાક મેળવે છે, તેમ ડાયેટમાં ફેરફાર, યોગ-પ્રાણાયામ-કસરત, વાંચન અને પઝલ વગેરે એક્ટીવીટી દ્વારા માતા-પિતા પણ ઉત્તમ સંતાન મેળવી શકે છે. ઋષિઓએ આપેલ મહાન વિજ્ઞાન એવા ગર્ભ સંસ્કારને જો ભારતનાં દરેક માતા-પિતા અનુસરે, તો ભારત ચોક્કસ ‘વિશ્વ ગુરુ’ બની જાય.’ ગર્ભવતી માતા સાથે તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સંતાન સાથે અત્યારથી જ એટેચમેન્ટ થાય, તેવા પ્રકારની એક્ટિવિટી દ્વારા સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ આનંદની અનુભૂતિ થઈ હતી.
કંપનીના સહ-સ્થાપક ધવલ છેટા અને તેમનાં ધર્મપત્ની વૃંદા છેટાએ, પણ પોતાના સંતાન હેતમાં જોવા મળેલા ગર્ભ સંસ્કારના અદ્ભુત પરિણામોનું, બાળકની લાઈવ રજૂઆત સાથે વર્ણન કર્યું હતું અને ઉપસ્થિત તમામ ભાવિ માતા-પિતાઓને ઉત્તમ સંતાનને જન્મ આપી, રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહ્વાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘અમે ૧ કરોડ માતા-પિતા સુધી, અમે અનુભવેલ આ ગર્ભ વિજ્ઞાનના ચમત્કારને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ. બાળકના બ્રેઈનનું 80% ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જાય છે, માટે કોઈ પણ દેશ, સમાજ કે વ્યક્તિએ, પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ગર્ભ સંસ્કારને સૌથી મહત્ત્વ આપવું જોઈએ.’
મહોત્સવના અંતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલ ‘ગર્ભસંસ્કાર પ્રતિજ્ઞા ગીત’માં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન અને નેતૃત્વ શ્રી જીતેન્દ્ર ટીંબડિયા, શ્રી ધવલ છેટા અને સમગ્ર ડ્રીમ ચાઈલ્ડ ટીમે કર્યું હતું. 100+ ડ્રીમ ચાઈલ્ડ મેમ્બર્સ, સ્વયંસેવકો અને પ્રોફેશનલ કલાકારો દ્વારા આ મહોત્સવને સફળ બનાવાયો હતો.